આંખના નંબર ઉતારવા માટે હાલમાં કઇ પદ્ધતિઓ છે ?
20 February, 2026
સૌથી સલામત એ (Excimer Laser) લેસરથી થતી અતિ આધુનિક સંપૂર્ણપણે કોમ્પ્યુટર સંચાલિત -PRK, LASIK અને C-LASIK છે.
Excimer Laser - એકસાઇમર લેસર શું છે ?
જેના વડે આપણે કીકીનો (કોર્નિયા) આગળના ભાગનો આકાર આપણી જરૂરીયાત મુજબ બદલાવી શકીએ છીએ. આવી સામાન્ય પ્રકિયા વડે આપણે ખુબ જ મોટો લાભ નંબરવાળા વ્યકિતને આપી શકીએ છીએ, જેમને પછી કોન્ટેકટ લેન્સ કે ચશ્મા પહેરાવા પડતા નથી. આ લેસર ૦.૦૦૩ મીલી મીટર સુધીની ચોકસાઇથી કાપકૂપ કરી શકે છે અને સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારીત હોવાને કારણે તેનો ઉપયોગ પ્લસ(+), માયનસ (-), કે સીલીન્ડર (x) નંબર માટે થઇ શકે છેે.
એકસાઇમર લેસર વડે થતી સારવારની પદ્ધતિઓ.
(૧) લેસિક (LASIK)
(LASIK)હાલમાં થતી આ પદ્ધતિ ખુબ જ વિશ્ર્વસનીય અને પ્રચલિત છે આમાં ઓટોમેટિક કેરેટોમથી કીકીનો (કાર્નિયા) ફલેપ બનાવી પછી લેસર આપવામાં આવે છે. લેસરથી કીકીનો આકાર બદલી ફલેપ પાછો ગોઠવી દેવામાં આવે છે.
(ર) C-લેસિક (C-LASIK)
C-લેસિક કઇ રીતે કામ કરે છે ?
હવે જાણવામાં આવ્યું છે કે સાદા અને ડિગ્રીવાળા નંબર જ માત્ર માનવ આંખની ખામીઓ નથી. આંખમાં કોર્નિયાની સપાટીની અનિયમિતતાઓ અને આંખના ડોળામાં પણ ખામીઓ હોય છે. જે અંતે દૃષ્ટિની ગુણવત્તાને ઓછી કરે છે. જો આ ખામીઓ પણ સરખી કરવામાં આવે તો વ્યકિતને દૃષ્ટિની વધુ સારી ગુણવત્તા મળી શકે છે. હવે સાદા અને ડિગ્રીવાળા નંબરો સાથે આ અનિયમિતતાઓ પણ એબરોમીટર નામના મશીનની મદદથી માપવામાં આવે છે. આ નવી પેઢીના ખાસ મશીનો છે જે લગભગ આવી તમામ ખામીઓને દુર કરે છે.
સાદા લેસિક કરતા C-લેસિક કઇ રીતે ચડિયાતું છે ?
જેમ દરેક વ્યકિતની આંગળાની છાપ જુદી જુદી હોય છે તેમ દરેક વ્યકિતની આંખની રચના પણ જુદી જુદી હોય છે. સામાન્ય રીતે આંખના નંબરમાં આપણે પ્લસ, માઇનસ અને ડિગ્રીવાળા નંબરને જાણીએ છીએ અને સ્ટાન્ડર્ડ લેસિકમાં આપણે આ નંબરોને દુર કરીએ છીએ. પરંતુ ઉપરોકત નંબર સિવાય આંખની કીકીમાં નાની-મોટી ખામીઓ હોય છે જેને હાયર ઓર્ડર એબરેઝન કહેવાય છે. આ ખામીઓને કારણે સાદા લેસિકમાં નંબર ઉતાર્યા બાદ પણ દૃષ્ટિની સંપૂર્ણ ચોખ્ખાઇ મળતી નથી. જયારે C-લેસિકમાં આંખના નંબર ઉપરાંત બીજી નાની મોટી ખામીઓ એબરોમીટર દ્વારા માપવામાં આવે છે અને એ પ્રમાણે લેસર સારવાર કરવામાં આવે છે. C-લેસિકથી દૃષ્ટિની ચોખ્ખાઇ સારી મળે છે. રાત્રે વાહન ચલાવવામાં મુશ્કેલી થતી નથી તેમજ પ્રકાશિત વસ્તુઓ ફરતા વલયો નથી દેખાતા.
C-લેસિક કઇ રીતે કરવામાં આવે છે ?
C-લેસિકના સર્જીકલ તબકકાઓ સાદા લેસિક જેવા જ છે. એબરોમીટર દ્વારા આંખના નંબર અને બીજી અનિયમિતતાઓ વિષેની માહિતી એકઠી કરવામાં આવે છે. આ માહિતીને પછી કોમ્પ્યુટરના ફાઇનલ ફિટ પ્રોગ્રામમાં મોકલવામાં આવે છે. અહીં દર્દી માટેની સારવાર ત્ કરવામાં આવે છે. ડોકટરે મેળવેલી માહિતીઓ અને પોતાના અનુભવ અને આવડત પ્રમાણે દરેક દર્દીની સારવાર નકકી કરે છે. આ માહિતી ત્યારબાદ યુએસબી પોર્ટ દ્વારા લેસર મશીનમાં મોકલવામાં આવે છે. અને તે માહિતી પ્રમાણે લેસર સારવાર થાય છે.
(૩) પી.આર.કે. (P.R.K.)
જેમની કીકીની જાડાઇ ઓછી હોય તેવા દર્દીમાં લેસીકનો ફલેટ બનાવવાની જગ્યા નથી હોતી. એવા કેસમાં P.R.K.થી ડાયરેકટ લેસર કરવામાં આવે છે. આ પદ્ધતિ નંબર ઉતારવાની ખુબ જ સરળ પદ્ધતિ છે. જેમાં ફલેપ બનાવવાની જરૂર રહેતી નથી. આંખમાં ટીપા નાખી બહેરાશ આવે એટલે સીધી જ લેસર લાઇટ વડે કીકીનો આકાર બદલવામાં આવે છે. અડધી મિનિટમાં આ પ્રક્રિયા પુરી થાય છે.
(૪) BLADE LESS LASIK
૩૦ થી ૪૦ સેકન્ડમાં ફલેપ બનાવવાનું કામ કરતું આ લેસર સેકન્ડના ટ્રિલ્ચન્થમાં ભાગની ચોકકસાઇથી કામ કરે છે. (૧૦-૧૫) ૧૦૪૦ માઇક્રોમીટરની તરંગ લંબાઇ અને ૧ મેગા એચ.ઝેડ રિપિટશનવાળી ઇન્ફ્રરેડ લાઇટથી કીકીની ચોકકસ જાડાઇનો ફલેટ બને છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર સંચાલિત હોય છે અને મિકેનિકલ કેરેટોમ કરતા ઘણી રીતે સલામત છે, અને યુરોપનો સી.ઇ. માર્ક ધરાવે છે. પરંતુ આ બ્લેડલેસ લેસિક સારવાર થોડી વધુ ખર્ચાળ હોય છે. કારણ કે આ લેસર મશીન ૧.૪ કરોડની કિંમતનું છે. એટલે લેસિક સારવારની કિંમત જે હાલમાં ૨૫,૦૦૦ રૂા.ની આસપાસ છે. આ પદ્ધતિના મુખ્ય ફાયદાઓ ગણીએ તો અતિશય રીતે સલામત, ઝડપી અને સ્પષ્ટ દ્રષ્ટિ, ઓછામાં ઓછા નાઇટ વિઝન પ્રોબ્લેમ. ઓછી ડ્રાય આઇ અને સૌથી અગત્યનું કોર્નિઆની અંખડીતતા સારી રીતે જળવાય છે. ફેમ્ટો લેસીકથી થતો ફલેપ કીકી માટે વધારે સલામત છે. તેથી બધા જ દર્દીઓ ઓપરેશન પછી કોઇપણ જોખમ વગર સંપૂર્ણ દ્રષ્ટિ મેળવી શકે છે.
(પ) SMILE LASIK
આ ટેકનીક અત્યાર સુધીની સૌથી લેટેસ્ટ તથા સૌથી એકયુરેટ લેસર ટેકનીક છે, આ ઓપરેશનમાં ફેમટોસેકન્ડ લેસર દ્વારા કીકીમાં નંબરની જરૂરીયાત મુજબ એક લેન્ટીકયુલ તૈયાર થાય છે. જે ર એમએમના સ્માઇલ આકારના કાપામાંથી બહાર કાઢી લેવામાં આવે છે. આ ઓપરેશનના મુખ્ય ફાયદા એ છે કે કીકીને બધી તરફથી કાપવાની કે ખોલવાની જરૂરીયાત રહેતી નથી માત્ર ર એમએમનો કાપો પાડવામાં આવે છે. આગળનો કીકીનો ભાગ કપાયો ના હોવાથી બધી સાઇડ ઇફેકટસ ઓછી થઇ જાય છે. જેવી કે ડ્રાઇનેસ, ફલેપ રીલેટેડ કોમલીકેશનસ. કાપ કુપ ઓછી થવાથી કીકીની સ્ટ્રકચરલ ઇન્ટેગ્રીટી વધારે સારી જળવાઇ રહે છે તેમજ પોસ્ટ લેસીક એકટેસીયા (ત્રાસા નંબર આવવા)ની શકયતા નહીંવત થઇ જાય છે. માટે આ ઓપરેશનનો ખર્ચ અંદાજીત ૧.ર લાખ રૂપિયા થાય છે.
શું હું આ ઓપરેશન કરાવી શકું ?
૧. ઉંમર :
૧૮ વર્ષ અને ૪૦ વર્ષની વચ્ચે સામાન્ય રીતે આ ઓપરેશન કરી શકાય. પરંતુ ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધારે ઉંમરના દર્દીઓ માટે દરેક કેસની તપાસી અને પછી નિર્ણય લઇ શકાય.
ર. નંબર :
(એ) -૧ થી -૩ નંબર સુધી લેઝર PRK & C-LASIK કરાવી શકાય.
(બી) -૩ થી -૧૫ સુધી એકઝાઇમર લેસરથી C-LASIK
(સી) +૧ થી +૬ નંબર માટે એકઝાઇમર લેસર C-LASIK
(ડી) સીલીંડર નંબર માટે એકઝાઇમર લેસર C-LASIKનું ઓપરેશન
૩. નંબરની સ્થિરતા :
ઓપરેશન કરાવતા પહેલા નંબર સ્થિર હોવા જરૂરી છે. એટલે ૧ વર્ષમાં અડધાથી ઓછા નંબરનો ફેરફાર હોય અથવા છેલ્લા બે વર્ષમાં એક નંબરથી ઓછો ફેરફાર હોય તો નંબર સ્થિર ગણી શકાય.
૪. આંખની તંદુરસ્તી :
આંખમાં નંબર સિવાયની બીજી કોઇપણ જાતની બિમારી કે તકલીફ હોવી જોઇએ નહીં. જેવી કે આંખમાં અશ્રુની ખામી, શંકુ કોર્નિયા કે આંખને લગતા ચેપી રોગો.
પ. શારીરિક સ્વસ્થતા :
શરીરમાં કોલેજન ડીસીસ જેવા કે સંધીવા જેવા રોગ હોવા જોઇએ નહીં. પ્રેગનન્સી વખત આ ઓપરેશન કરાવવું નહીં.
૬. દર્દીની ઇચ્છા અને સમજુતી :
નંબર ઉતારવા એ શતપ્રતિશન સલામત હોવાથી આ પદ્ધતિ વિશે ચિંતા કરવા જેવું નથી. નંબર માટેના અન્ય વિકલ્પ તમને માન્ય નથી. જેમ કે તમારે ચશ્મા નથી પહેરવા તો લેસર વડે કોઇ હિચકિચાહટ વિના નંબર ઉતારી શકાય છે. બીજુ નંબર ઉતરાવતી વખતે તમારી અપેક્ષા અને ઉતારવામાં કોઇ બાધ નથી. ઘણી વખત લેસર પછી ૦ નંબર થઇ જશે એવી આશા રાખવી નહીં કારણ કે... તેનો આધાર લેસર પહેલા કેટલા નંબર હતા તેના પર પણ રહે છે. લેસર પછી ચશ્માની જરૂરીયાત લગભગ નહીવત રહે છે.
૭. જો તમારે લેસર વડે નંબર ઉતરાવવા માટે તો લેસર પહેલા આટલું ધ્યાન રાખો.
- એક અઠવાડિયા સુધી કોન્ટેકટ લેન્સ પહેરવા નહીં.
- ટીપા નાખીને નંબરની સંપૂર્ણ તપાસ અમારા સેન્ટર પર કરાવી લેવી.
- લેસર પહેલા એક દિવસ એન્ટીબાયોટીક ટીપા સલાહ મુજબ નાખવાના હોય છે.
- આઇ કોસ્મેટીકથી થોડા સમય માટે દુર રહેવું પડશે.
- બન્ને આંખની સારવાર એક જ સમયે થતી હોય છે.
લેસર દરમ્યાન શું ધ્યાન રાખવું.
- આંખના લોકલ એનેસ્થેટીક ટીપા નાખવાથી આંખ શૂન્યમનસ્ક થઇ જતી હોય છે.
- લેસર દરમ્યાન ખોટી બેચેની રાખવી નહીં અને ડોકટરના સલાહ સુચન પ્રમાણે અનુકરણ કરવું જરૂરી છે. કોઇપણ દર્દનો અનુભવ થતો નથી.
લેસર કર્યા બાદ
- જો થોડો દુ:ખાવો થાય તો દુ:ખાવાની ગોળી લેવી જરૂરી છે.
- સામાન્ય રીતે આંખને ખુલ્લી રાખવાની હોય છે પણ અમુક સંજોગોમાં પટ્ટી લગાવવી જરૂરી છે.
- કાળા ચશ્મા જરૂરી છે.
- લેસર બાદ ચાર-પાંચ દિવસમાં સામાન્ય પ્રવૃત્તિ કરી શકાય છે.
- લખવા-વાંચવાનું એક અઠવાડિયા બાદ શકય બને છે.
- પથારીવશ રહેવાની કે ખાવા પીવાની પરેજી રાખવાની હોતી નથી. તમને સમજાવ્યા મુજબ આઇ ડ્રોપ્સ (ટીપા) જરૂરી છે.
લેસર પછી ઉભી થતી તકલીફો શું હોય શકે ?
- સલામતીની દ્રષ્ટિએ લેસર લગભગ ૧૦૦ ટકા સલામત કહી શકાય. લેસર કર્યા પછી આંખ ખરાબ થઇ જવાના કિસ્સા જવલ્લેજ બને છે.
- લેસર પછી દર્દીની આંખમાં ચેપ ન લાગે તેની તકેદારી રાખવામાં આવે તો આંખ જવાની શકયતા બીલકુલ નથી. આમ છતાં થોડો દુ:ખાવો થવો સામાન્ય છે.
- રાત્રીના પ્રકાશમાં (Night Glare) થતી તકલીફ, હવે C-લેસિકમાં આ તકલીફ નથી થતી.
- માઇનસ નંબર રહી જવા તથા પ્લસ નંબર આવવા એવું કયારેક બની શકે.
- Haze-નંબર ઉતરવા બાદ થતી આ તકલીફ માત્ર PRKમાં જોવા મળે છે પણ સારવાર કર્યા બાદ આ તકલીફ રહેતી નથી.
- આંખનું દબાણ વધવુ એ સામાન્ય રીતે અમુક લોકોમાં ટીપાને લીધે થતી આડઅસર હોય છે જે ટીપા બંધ કરવાથી દુર થાય છે.

